બુધવાર, 11 માર્ચ, 2026

COURSE 4A MATHS SEB EXAM OLD PAPERS 2107 TO 2025 ( રાજ્ય પરીક્ષા બોર્ડ ના ડીએલએડ પીટીસી ગણિતના જુના પ્રશ્નપત્રો)

 

D.El.Ed. (PTC) દ્વિતીય વર્ષ | કોર્સ 4(A) ગણિતના જૂના પ્રશ્નપત્રો (2017 થી 2025)

નમસ્કાર તાલીમાર્થી મિત્રો,

D.El.Ed. (PTC) ના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોર્સ 4(A) ગણિત (પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ) એક ખૂબ જ મહત્વનો વિષય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાતી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે જૂના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

તમારી તૈયારીને સરળ બનાવવા માટે, અમે અહીં વર્ષ 2017 થી 2025 સુધીના તમામ પ્રશ્નપત્રોનું સંકલન એકસાથે મૂકી રહ્યા છીએ.

પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું:

સામાન્ય રીતે આ વિષયનું પ્રશ્નપત્ર નીચે મુજબના વિભાગોમાં વહેંચાયેલું હોય છે:

  • પ્રશ્ન-1: એક વાક્યમાં અથવા ટૂંકમાં જવાબ (હેતુલક્ષી પ્રશ્નો).(એક ગુણ)

  • પ્રશ્ન-2: ટૂંક જવાબી પ્રશ્નો.(બે ગુણ)

  • પ્રશ્ન-3: મુદ્દાસર અથવા માગ્યા મુજબ ઉત્તર.(ત્રણ ગુણ )

  • પ્રશ્ન-4: સવિસ્તાર ઉત્તરો અને આવૃત્તિ વિતરણના દાખલા.(ચાર ગુણ)

વારંવાર પૂછાતા અગત્યના મુદ્દાઓ:

જૂના પેપર્સનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે નીચેના ટોપિક્સ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે:

  1. કોયડા ઉકેલ: તેની સંકલ્પના, સોપાનો અને મહત્વ.

  2. વાન હિલ્સના ભૌમિતિક ચિંતન સ્તરો: આ પ્રશ્ન લગભગ દર વર્ષે સવિસ્તારમાં પૂછાય છે.

  3. ગણિતનો ભય (Maths Phobia): વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર ઉદભવવાના કારણો અને નિવારણ.

  4. Geogebra સોફ્ટવેર: તેની ઉપયોગિતા અને ગણિત શિક્ષણમાં ભૂમિકા.

  5. ગાણિતિક દાખલા: ચક્રવૃદ્ધિ વ્યાજ, ક્ષેત્રફળ-ઘનફળના સૂત્રો અને આવૃત્તિ વિતરણ કોષ્ટક.


પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા માટેની લિંક:

કોર્ષ 4A ગણિત પ્રશ્ન પત્ર 2017 કોર્ષ 4A ગણિત પ્રશ્નપત્ર 2018 કોર્ષ 4A પ્રશ્ન પત્ર 2019 કોર્ષ 4A પ્રશ્ન પત્ર 2020 કોર્ષ 4A ગણિત પ્રશ્ન પત્ર 2021 કોર્ષ 4A ગણિત પ્રશ્ન પત્ર 2022  કોર્ષ 4A ગણિત પ્રશ્ન પત્ર 2023 કોર્ષ 4A ગણિત પ્રશ્ન પત્ર 2024 કોર્ષ 4A ગણિત પ્રશ્ન પત્ર 2025

આ માહિતી તમારા અન્ય તાલીમાર્થી મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓને પણ પરીક્ષાની તૈયારીમાં મદદ મળી રહે.

તમારો પ્રતિભાવ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો